૧. રોજ
નિશાળે જઈએ ....
v નીચેની
વિષયવસ્તુનો ઉપયોગ કરી તમારાં પાઠ્યપુસ્તકની વિગતો પૂર્ણ કરો .
Ø રોડ પર ચાલતાં વાહનો
·
સાઇકલ , મોટરસાયકલ , કાર , જીપ ,ખટારો , બસ ,
રીક્ષા
Ø પ્રાણી વડે ચાલતાં વાહનો
·
ઘોડાગાડી , ઊંટગાડી , બળદગાડું
Ø પાણીમાં ચાલતાં વાહનો
·
હોડી , સ્ટીમર , સબમરીન
Ø હવામાં ઉડતા વાહનો
·
વિમાન , હેલિકોપ્ટર , રોકેટ
Ø પાટા પર ચાલતું વાહન –
ટ્રેન
Ø પુલ બનાવવા ઉપયોગી વસ્તુઓ
·
સિમેન્ટ , રેતી , કપચી , પાણી , ઇંટો , લોખંડના
સળિયા
Ø બાળકો કેવા કેવા
વિસ્તારમાં થઈને શાળાએ આવે છે ?
·
બાળકો જંગલ વિસ્તાર , પહાડી વિસ્તાર , નદી
કિનારાનો વિસ્તાર , રણ વિસ્તાર , વાડી વિસ્તાર વગેરે વિસ્તારમાં થઈને શાળાએ આવે
છે.
Ø જંગલમાંથી પસાર થતાં શી –
શી કાળજી રાખવી પડે ?
·
જંગલમાંથી પસાર થતાં જંગલી પ્રાણીઓ , જીવજંતુઓ
વગેરેથી સાચવીને ચાલવું જોઈએ . ચોમાસા દરમિયાન વાવાઝોડાને લીધે વ્રુક્ષો પડી ન જાય
તેનું ધ્યાન રાખવું પડે . રસ્તો ભૂલી ન જવાય તે જોવું પડે .
Ø નીચેની ખામી ધરાવતા
લોકોને શી મુશ્કેલી પડતી હશે ?
·
અપંગ – ચાલવામાં , લખવામાં , હાથપગથી કામ
કરવામાં
·
અંધ – જોઈ શકતા ન હોવાથી દરેક કામ કરવામાં
·
મૂક બધિર – બોલી અને સાંભળી શકવામાં
Ø પુલ શાં માટે બનાવવામાં
આવે છે ?
·
વાહનો એક બાજુથી બીજી બાજુ જવા માટે સિમેન્ટના
પુલ બનાવવામાં આવે છે . નદી ઓળંગવા માટે સિમેન્ટના , લાકડાના , વાંસના કે દોરડાના પુલ બનાવવામાં આવે છે .
Ø ઉડનખટોલા એટલે શું ?
·
પર્વતીય વિસ્તારમાં તળેટીથી ટોચ પર જવા મજબૂત
તારના દોરડા પર લટકાવેલી ટ્રોલી એટલે ઉડનખટોલા
. ગુજરાતમાં અંબાજી , પાવાગઢ , ગીરનાર ડુંગર
પર ચઢવા ઉડનખટોલા આવેલા છે .