''માલીસરાવાંઢ પ્રા. શાળામાં તિથિભોજન અને
નોટબુક-કપડાંનું વિતરણ ''
આથી માલીસરાવાંઢ પ્રા. શાળામાં 28/07/2025 રોજ બાળકોમાં ઉત્સાહ વધે, હાજરી જળવાઈ રહે તેમજ શિક્ષણ પ્રત્યે રસ અને રૂચિ વધે તે હેતુથી પદમપર ગામના સવિતાબેન કરમશીભાઈ ગોવિંદભાઈ સાંઢા પરિવાર તરફથી શાળાના 155 બાળકોને એક એક નોટબુક અને શાળાની 80 બાળાઓને એક પેન્ટ અને બે જોડી ટોપ આપવામાં આવ્યાં.
આ તબક્કે સરકારશ્રીના અભિગમ મુજબ બાળકોને પૌષ્ટિક આહાર મળે તેવા હેતુથી ગામ પદમપરના ધનજીભાઈ અંબાવીભાઈ નોર પરીવાર તરફથી બાળ દેવતાઓને શ્રાવણ માસના પ્રથમ સોમવારે તિથિભોજન આપવામાં આવ્યું. તે બદલ SMC અને શાળા પરિવાર બંને દાતાશ્રીઓને અભિનંદન સાથે આભાર વ્યકત કરે છે.






