હોમ લર્નિંગ કેવી રીતે તેમજ કઈ કઈ રીતે કરી શકાય?
( સામાજિક અંતર જાળવી અને સરકારી ગાઈડલાઈન્સનો ઉપયોગ કરી સાવધાની રાખીને તમામ કામ કરવાં. )
- ડીડી ગીરનાર ચેનલ પર આવતા રોજે રોજના કાર્યક્રમોથી.
- આપને આપેલ માર્ગદર્શન મુજબ MICROSOFT TEAMS ના માધ્યમથી શિક્ષક સાથે જોડાઈને.
- શિક્ષક પાસેથી ટેલીફોનિક માર્ગદર્શનથી
- શિક્ષક રૂબરૂ મુલાકાતે આવે ત્યારે માર્ગદર્શન મેળવીને.
- DIKSHA APP ડાઉનલોડ કરી તેના પરથી.
- લર્નિંગ ડીલાઈટ એપ દ્વારા
- SSAની વેબસાઈટ ની મુલાકાત લઈને
- આપણા બ્લોગ પર મુકેલ ટેસ્ટ આપીને
- આપણી શાળાની યુટ્યુબ ચેનલ પર મુકેલ વિડીયો પરથી કે યુટ્યુબ પર અન્ય ચેનલ દ્વારા.
- તમને આપેલાં પાઠ્યપુસ્તકો અને હોમ લર્નિંગ પુસ્તિકાનો અભ્યાસ કરીને.
- તમારાથી મોટાં ઘરનાં સભ્યો સાથે તમારા શિક્ષણની ચર્ચા કરીને કે મિત્રો સાથે ફોન પર વિડીયો કોલ કે અન્ય માધ્યમથી જોડાઈને.
- હોમ લર્નિંગ વખતે વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો:
- દરરોજનો એક કલાક આપનાં બાળકો સ્વ-અધ્યયન (જાતે ભણે ) કરે તે ચકાસવું, અને ના બેસે તો બેસાડવાં.
- ભણવાના સમયમાં બાળકોને ઘરકામ ના આપવું.
- બાળકો વાંચતાં હોય તો ઊંચા અવાજે વાચવા કહેવું.
- દરેક બાળકને રોજ એક કે બે પેજ લખવા જણાવવું.
- હોમ લર્નિંગનું સમયપત્રક વાંચી તેનું પાલન કરવું.
- બાળકો સાથે બેસી તેમણે ભણવામાં શું અગવડ છે તે જાણવું. અને શિક્ષક સાથે ચર્ચા કરવી.
- વાલી ભલે ભણેલા ના હોય તો પણ બાળકોની નોટબૂક તપાસવી .(તેણે કઈક લખ્યું કે નહિ?)
- બાળકોને સ્વચ્છતાના આગ્રહી બનાવવાં.
- બાળકો મોબાઈલનો ઉપયોગ કરતાં હોય તો "તેઓ શું જુએ છે?" તે ખાસ જોવું.
- બાળક સાથે હકારાત્મક વાર્તાલાપ કરવો. ધીરજ રાખવા કહેવું.
- ટીવીની સગવડ હોય તો યોગ્ય સમયે ટીવી સામે ભણવા બેસાડવા.
- ઉપર જણાવેલ બાબતો સંદર્ભે શિક્ષક સાથે ચર્ચા કરવી.
- આપેલાં પાઠ્યપુસ્તકો તથા અન્ય સાહિત્યનો ઉપયોગ ઘરે શીખવા માટે કરવાનો છે.
- અત્યારે "ઘર એ જ શાળા છે." તે ધ્યાનમાં રાખવું.
- શિક્ષક ઘરે આવે ત્યારે બાળકોને પડતી તમામ મુશ્કેલીઓ વિશે વિગતે વાત કરવી.





