૧.મજાની
ઇન્દ્રિયો
v નીચે આપેલી
વિષયવસ્તુનો ઉપયોગ કરી તમારાં પાઠ્યપુસ્તકમાં એકમની વિગતો પૂર્ણ કરો.
Ø માણસ અને પ્રાણીઓમાં કઈ
કઈ ઇન્દ્રિયો હોય છે ? તેમનાં કામ લખો .
·
આંખ – જોવાનું કામ કરે
·
નાક – સૂંઘવાનું કામ કરે
·
કાન – સાંભળવાનું કામ કરે
·
જીભ – સ્વાદ પારખવાનું કામ કરે
·
ચામડી – સ્પર્શ અનુભવવાનું કામ કરે
Ø કીડી રસ્તો શોધવાનું કામ
કેવી રીતે કરે છે ?
·
કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર પોતાની
સુંગધ છોડીને જાય છે . બીજી કીડીઓ એ સુગંધને અનુસરીને રસ્તો શોધી લે છે .
Ø કૂતરો શાં માટે જ્યાં –
ત્યાં સૂંઘતો જોવા મળે છે ?
·
કૂતરો પોતાનો વિસ્તાર જાતે બનાવે છે . તેઓના
વિસ્તારમાં બીજા કૂતરાં આવે તો તેનાં પેશાબ અને
મળની ગંધ પરથી જાણી શકે છે .
Ø ગમતી સુંગધ – ફૂલોની
સુંગધ , અગરબત્તીની સુંગધ , શાકના વઘારની સુંગધ , ભીની માટીની સુંગધ , અત્તરની
સુંગધ
Ø ન ગમતી સુંગધ – ગટરની
દુર્ગંધ , કાદવની દુર્ગંધ , મરેલા પ્રાણીની દુર્ગંધ , કેમીકલની દુર્ગંધ , સડેલા
કચરાની દુર્ગંધ
Ø કયા પક્ષીઓ આપણા કરતા ચાર ગણું દૂર જોઈ શકે છે ?
·
સમડી , ગરૂડ , ગીધ
Ø એવું માનવામાં આવે છે કે
જે પ્રાણીઓ દિવસે જાગે છે તે પ્રાણીઓ થોડા રંગ જોઈ શકે છે , જયારે રાત્રે જાગતા
પ્રાણીઓ ફક્ત સફેદ અને કાળા રંગ જ જોઈ
શકે છે .
Ø માણસથી મોટા કાન ધરાવતા
પ્રાણીઓ – ગાય , ભેંસ , બકરી , હાથી , ઘોડો , જિરાફ , સસલું , હરણ
Ø માણસથી નાના કાન ધરાવતા
પ્રાણીઓ – ઉંદર , ખિસકોલી , બિલાડી , વાંદરો
Ø કાન વગરના પ્રાણીઓ –
ગરોળી , કાચબો , ચકલી , મોર , કબૂતર , પોપટ , સમડી , કાબર , દેડકો
Ø ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ
જંગલી પ્રાણીઓને જોઈ કે તેમના ભયથી બીજાને સાવચેત કરવા અલગ પ્રકારના અવાજ કાઢતા
હોય છે .
Ø માછલીઓ વિદ્યુતસંકેત દ્વારા ચેતવણી આપે છે .
Ø દરિયાઈ પ્રાણી ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા અલગ – અલગ
પ્રકારના અવાજો કરે છે .
Ø વ્રુક્ષ પર રહેતું સ્લોથ પ્રાણી આશરે અઢાર
કલાક વ્રુક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે . તે લગભગ
વ્રુક્ષો પર રહીને જ પર્ણો ખાઈ લગભગ ૪૦ વર્ષનું જીવન જીવે છે .
Ø વાઘ વિશેની
માહિતી – તે રાત્રે આપણા કરતા છ
ગણું સારી રીતે જોઈ શકે છે . તેની મૂછો
હવામાં ધ્રુજારી અને હલનચલન અનુભવી શકે છે . તેની ગર્જના ૩ કિમી દૂર સુધી સંભળાય છે . વાઘ તેના વિસ્તારને
પેશાબની નિશાની કરી અલગ પડે છે .વાઘના કાન અલગ
– અલગ દિશામાં ફરી શકે છે . તેની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર હોય છે કે તે
પાંદડા અને ઘાસના અવાજ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પડી શકે છે .
Ø કેટલાક પ્રાણીઓના શિકાર તેમના શરીરના અંગો માટે થાય છે . જેમકે
·
હાથીને તેના દાંત માટે
·
ગેંડાને તેના શીંગડા માટે
·
વાઘ , મગર , સાપને તેની ચામડી માટે
·
કસ્તુરીમૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે
Ø પ્રાણીઓની રક્ષા માટે
સુરક્ષિત જંગલ વિસ્તાર
·
ઉત્તરાખંડમાં ‘જીમ કોર્બેટ નેશનલ પાર્ક’
·
રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં ‘ઘાના’
·
ગુજરાતમાં ‘ગીર રાષ્ટ્રીય ઉદ્યાન’ , ‘કાળીયાર
રાષ્ટ્રીય ઉદ્યાન’ , ‘દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન’
, ‘વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન’