Wednesday, 3 February 2021

શક સંવત - વિક્રમ સંવત

શક સંવત એ એક હિંદુ વૈદિક સંવત છે. આ સંવત મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. આ દરેક મહિનાના ત્રીસ દિવસ હોય છે. જે ચંદ્રની કળાને આધાર બનાવી ગણવામાં આવે છે. આ પંચાંગ મુજબ દરેક મહિનાના પંદરમે દિવસે અમાસ આવે છે એટલે કે પ્રથમ વદ પક્ષ આવે છે, જ્યારે છેલ્લા એટલે કે ત્રીસમા દિવસે પૂનમ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે. આ પંચાંગ મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે. શક સંવતને અધિકૃત ભારતીય પંચાંગ ગણવામાં આવે છે.

વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવત અનુસરવામાં આવે છે.