Monday, 22 February 2021

પ્રત્યય વિષે જાણો.

  પ્રત્યયો એટલે શું ?

સ્વજનો વચ્ચે અણબનાવ બનતા રહે છે . બાળપણ બધાંને યાદ આવે . ઉપરોક્ત વાક્યોમાં ‘ અણબનાવ ’ અને ‘ બાળપણ ‘ એ પદો જુઓ . બંનેમાં એક એક રૂપઘટક કેન્દ્રમાં છે જે કશોક પાયારૂપ અર્થ દર્શાવે છે . પદોમાં રહેલ બનાવ ’ અને ‘ બાળ ‘ એ મૂળ અંગો છે . તે મૂળ અંગોમાં વિશેષતા લાવનાર અન્ય ઉપઘટકો જેવા કે “ અણ ’ અને ‘ પણ ’ જોડવામાં આવ્યા છે . મૂળ રૂપઘટકમાં વિશેષતા લાવનાર કે અન્ય પદો સાથે સંબંધ દર્શાવનાર રૂપઘટકોને પ્રત્યય કહેવામાં આવે છે . એક શબ્દમાં એક કરતાં વધુ રૂપઘટકો આવી શકે છે જેમ કે બોલતું બોલનાર બોલેલું બોલશે બોલતો વગેરે . અહીં , ‘ બોલ ‘ એ મુક્ત સ્વતંત્ર ઘટક છે જેને વિભિન્ન પ્રત્યયો લાગેલો છે પરંતુ પ્રત્યયો મુક્ત ઘટકો નથી તે સ્વતંત્ર રીતે એકલા વાપરી શકાતા નથી તે બદ્ધ ઘટકો છે અને સંકુલ ઘટકોના ભાગરૂપ છે .

પ્રત્યયના પ્રકારો :

સ્થાનને આધારે પ્રત્યયોના બે પ્રકારો પડે છે :

પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય . 

પૂર્વ પ્રત્યય મૂળ રૂપઘટકની પહેલાં લાગે છે જેમ કે કજાત અણઆવડત કુકર્મ વગેરે શબ્દોમાં અનુક્રમે ક અણ અને કુ પૂર્વ પ્રત્યયો છે . . 

પર પ્રત્યય મૂળ રૂપઘટકની પાછળ લાગે છે . જેમ કે વિવિધતા કથાકાર તબલચી વગેરે શબ્દોમાં અનુક્રમે તા કાર અને ચી પર પ્રત્યયા છે . 

        મૂળ રૂપઘટક કે જેને પ્રત્યયો લાગેલા છે તેના વ્યાકરણીય પદનામને આધારે પ્રત્યયોના બે પ્રકારો પાડવામાં આવે છે : આખ્યાતિક પ્રત્યય અને નામિક પ્રત્યય . જો પ્રત્યય ક્રિયાના મૂળ અંગેને લાગે તો તેને આખ્યાતિક પ્રત્યય કહે છે . જો પ્રત્યય સંજ્ઞા વિશેષણ સર્વનામના મૂળ અંગને લાગે તો તેને નામિક પ્રત્યય કહે છે . આમ ક્રિયાના મળ અંગની પહેલાં લાગેલ પ્રત્યયને આખ્યાતિક પૂર્વપ્રત્યય અને ક્રિયાના મૂળ અંગની પાછળ લાગેલ પ્રત્યયને આખ્યાતિક પપ્રત્યય કહે છે . તેવી જ રીતે સંજ્ઞા વિશ્લેષણ કે સર્વનામની પહેલાં લાગેલ પ્રત્યયને નામિક પૂર્વપ્રત્યય અને તેની પાછળ લાગેલ પ્રત્યયને નામિક પઅત્યય કહે છે . – પ્રત્યય શબ્દના અંગનો વિસ્તાર કરતા હોવાથી તેને અંગવિસ્તારક પ્રત્યય અથવા અંગસાધક પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે . શબ્દની પહેલાં લાગતા પ્રત્યયોને પૂર્વગ અને પાછળ લગતા પ્રત્યયોને અનુગ પણ કહેવામાં આવે છે .