|
ક્રમ
|
શબ્દ
|
અર્થ-૧
|
અર્થ-૨
|
અર્થ-૩
|
|
1
|
અક્ષર
|
ક, ખ, ગ ... આ
અક્ષરો છે.
|
ભાષાનો વર્ણ
|
બોલ(દા.ત. ક), અવિનાશી
|
|
2
|
અગાઉ
|
પહેલાં
|
પૂર્વે
|
|
|
3
|
અનુકરણ
|
કોઈ કરે તેમ
કરવું.
|
નકલ કરવી
|
અનુસરવું
|
|
4
|
અનુભવ
|
જાતે જાણવું
|
જાતે ભોગવવું
|
પ્રત્યક્ષ જ્ઞાન
|
|
5
|
અનુલેખન
|
જોઇને લખવું
|
ઉતારો કરવો
|
|
|
6
|
અનુવાદ
|
કહેલી વસ્તુ
ફરીથી કહેવી
|
એક ભાષાની
બાબતને બીજી ભાષામાં કહેવી.
|
ભાષાંતર
|
|
7
|
અભિનય
|
વેશ ભજવવો
|
|
|
|
8
|
અર્થ
|
મતલબ
|
હેતુ
|
સમજૂતી, ઉદ્દેશ
|
|
9
|
અર્થપૂર્ણ
|
હેતુવાળું
|
મતલબવાળું
|
|
|
10
|
અલ્પવિરામ
|
વાક્યમાં થોડું
અટકતાં મૂકાતી નિશાની ,
|
,👇
|
|
|
11
|
અવલોકન
|
ધ્યાનથી જોવું
|
જીણવટથી જોવું
|
બારીકાઈથી જોવું.
|
|
12
|
આકૃતિ
|
લીટીથી દોરેલો
આકાર
|
આકાર
|
મૂર્તિ
|
|
13
|
આધારે
|
મદદથી
|
નો ઉપયોગ
કરી
|
પુરાવો, સાબિતી
|
|
14
|
ઉખાણાં
|
સમસ્યા, કોયડો
|
ગાઈને પૂછી
શકાય તેવો પ્રશ્ન
|
કહેવત, દૃષ્ટાંત
|
|
15
|
ઉત્તર
|
જવાબ
|
પાછલું
|
વધતું
|
|
16
|
ઉદાહરણ
|
કોઈ બાબત
સમજાવવા આપેલો દાખલો
|
દાખલો
|
દૃષ્ટાંત
|
|
17
|
ઉપયોગ
|
વપરાશ
|
વાપરવું
|
|
|
18
|
ઉપરોક્ત
|
ઉપર કહેલું
|
ઉપર જણાવેલું
|
|
|
19
|
ઉમેરો
|
ઉમેરવું
|
વધારો કરવો
|
મેળવવું
|
|
20
|
ઊલટાવો
|
અવળું કરો
|
ઊલટી દિશામાં
|
પ્રતિગામી
|
|
21
|
ઓળખો
|
જાણો
|
પરિચય કરો
|
સમજો
|
|
22
|
કડી
|
કવિતાની લીટી
|
કવિતાનું પદ, ચરણ
|
લાઈન
|
|
23
|
કથન
|
કહેલું વાક્ય
|
કહેવું તે
|
બોલ
|
|
24
|
કવિ
|
કવિતા કરનાર
|
કવિતા લખનાર
|
|
|
25
|
કોઠો
|
આડી ઊભી
લીટીઓથી બનાવેલી ખાનાંવાળી આકૃતિ
|
કોષ્ટક
|
|
|
26
|
કૌંસ
|
લખાણમાં વપરાતી
નિશાની ( ), { },[ ]
|
|
|
|
27
|
ક્રમ
|
એક પછી એક
આવે તેવું
|
શ્રેણી
|
હારમાળા
|
|
28
|
ક્રિયા
|
કામ કરવાની
રીત દા.ત. ખાવું,પીવું. વગરે
|
|
|
|
29
|
ખરું
કરો
|
√ ની નિશાની કરવી
|
સુધારવું/ સાચું
કરવું
|
|
|
30
|
ખાનું
|
ઘણાં ખાનાં ભેગાં થઇ કોઠો બનાવે છે.
|
લખાણ માટે
અલગ કરેલો વિભાગ
|
વસ્તુ મુકવા
અલગ કરેલો વિભાગ
|
|
31
|
ગદ્ય
|
ગવાય નહિ
એવું સાદું લખાણ, દા.ત. વાર્તા, ફકરો
|
પદ્યથી ઊલટું
|
|
|
32
|
ગૃહકાર્ય
|
ઘરેથી કરી આવવાનું કામ-લેસન
|
ઘરકામ
|
|
|
33
|
ઘટનાક્રમ
|
બનાવ કે
ઘટનામાં આવતા વાક્યોનો ક્રમ
|
|
|
|
34
|
ચર્ચા
|
વાદવિવાદ
|
વાતચીત
|
|
|
35
|
ચિહ્ન
|
નિશાની
|
|
|
|
36
|
ચોકઠું
|
ચોખંડો ઘાટ
|
ફ્રેમ
|
|
|
37
|
છેકી
નાખવું
|
લખેલું નકામું
છે તે બતાવવા લખાણ ઉપર લીટી કરવી. દા.ત. આજે
|
|
|
|
38
|
જૂથકાર્ય
|
ટૂકડીમાં કામ
કરવું.
|
ટીમવર્ક
|
|
|
39
|
જોડકણું
|
ગમે તેમ
જોડી કાઢેલું ગીત કે કવિતા
|
વાક્યો જોડી
બનાવેલું ગીત/કવિતા
|
|
|
40
|
જોડકાં
|
બે ની જોડ
કરવી
|
|
|
|
41
|
જોડણી
|
શબ્દ બનાવવા
અક્ષરોને જોડવાની રીત
|
સ્પેલિંગ
|
|
|
42
|
જોડીદાર
|
સાથી- જોડે
કામ કરનાર
|
|
|
|
43
|
ઝીલગાન
|
એક જણ ગાય
અને બીજા તે ગીત ઉપાડી લે.
|
ગાનારની પાછળ
તરત ગાવું.
|
|
|
44
|
તફાવત
|
ફરક, ભેદ
|
ઓછાવત્તાપણું
|
|
|
45
|
ધારવું
|
નક્કી કરવું, કઈક
કરવાનું નક્કી કરવું.
|
અનુમાન કરવું
|
માનવું.
|
|
46
|
ધ્યાનથી
|
એક લક્ષથી
|
એકાગ્રતાથી
|
|
|
47
|
નકામું
|
કામ વગરનું-
જેનું કામ નથી તેવું.
|
ઉપયોગ વિનાનું
|
|
|
48
|
નમૂનો
|
ઉદાહરણ- જેના
પરથી નકલ કરવાની છે તે
|
સેમ્પલ
|
|
|
49
|
નિમ્ન
|
નીચેનું, નીચે
આપેલ
|
|
|
|
50
|
નિશાની
|
નિશાન, ચિહ્ન
|
યાદ રહે તે
માટે કરેલ ચિહ્ન
|
સંજ્ઞા
|
|
51
|
નોંધ
કરવી
|
લખી લેવું.
|
ટીપ્પણી
|
ટાંચણ
|
|
52
|
પંક્તિ
|
લીટી
|
હાર
|
|
|
53
|
પદ્ય
|
કવિતા
|
છંદબદ્ધ શબ્દ
રચના
|
|
|
54
|
પરિસ્થિતિ
|
આજુબાજુની સ્થિતિ
|
સંજોગ
|
|
|
55
|
પસંદ
|
ગમતું
|
સ્વીકારેલું
|
ચૂંટી કાઢેલું
|
|
56
|
પાઠ
|
પાઠ્યપુસ્તકનો એકાદ
દિવસમાં પઢી શકાય તેવો ભાગ
|
ભણી જવું તે
|
|
|
57
|
પાત્ર
|
વાર્તા કે
નાટકમાં આવતી વ્યક્તિ
|
લાયક, યોગ્ય
|
વાસણ
|
|
58
|
પૂર્ણ
|
પૂરું
|
આખું
|
સમાપ્ત
|
|
59
|
પૂર્તિ
|
ઉમેરો કરવો, ઉમેરવું
|
પુરવણી
|
|
|
60
|
પૂર્ણવિરામ
|
વાક્ય પૂરું થતાં મૂકાતી નિશાની .
|
.
|
|
|
61
|
પ્રકરણ
|
ચોપડીનો વિભાગ
(અહીં પાઠ)
|
પ્રસંગ
|
|
|
62
|
પ્રમાણે
|
એ રીતે
|
અનુસાર
|
પેઠે
|
|
63
|
પ્રયત્ન
કરો.
|
કોશિશ
|
પ્રયાસ
|
|
|
64
|
પ્રશ્ન
|
સવાલ
|
જાણવા, વિચારવા
કે ચર્ચવાની બાબત
|
|
|
65
|
પ્રસંગ
|
બનાવ, ઘટના
|
અવસર
|
|
|
66
|
પ્રાસ
|
કવિતાનિ લીટીના
અંતે અક્ષર મળતા આવવા તે.
|
|
|
|
67
|
ફકરો
|
નાનું પ્રકરણ, થોડાંક
વાક્યોનો સમૂહ
|
કંડિકા
|
|
|
68
|
ફેરફાર
|
ફરક,તફાવત
|
સુધારો
|
બદલી
|
|
69
|
બદલાવો
|
એક ને બદલે
બીજું મુકો
|
ફેરફાર કરો
|
|
|
70
|
બરાબર
|
સરખું, સમાન
|
જોઈએ તેવું
|
ખરું
|
|
71
|
બાદ કરો
|
કાઢી નાખો
|
ઓછું કરો
|
કમ કરો
|
|
72
|
બિનજરૂરી
|
જરૂર ના હોય
તેવું
|
|
|
|
73
|
ભજવો
|
ખેલ કરી
દેખાડો
|
અભિનય કરો
|
|
|
74
|
ભૂલ
|
ખામી
|
ગફલત
|
ચૂક
|
|
75
|
ભેળસેળ
|
(અલગ અલગ
વસ્તુઓ ભેગી કરવી કે થવી) મિશ્રણ
|
ભેળવવું
|
|
|
76
|
મનપસંદ
|
મનને ગમતું
|
|
|
|
77
|
માહિતી
|
જાણકારી
|
ખબર
|
હકીકત
|
|
78
|
મુશ્કેલી
|
મુસીબત
|
અડચણ
|
વિઘ્ન
|
|
79
|
યોગ્ય
રીતે
|
સારી રીતે, લાયક
રીતે
|
|
|
|
80
|
યોગ્યક્રમ
|
જે ક્રમ
હોવો જોઈએ તે (લાયક રીતે)
|
છાજે તેવી
રીતે આપેલ ક્રમ
|
|
|
81
|
લખાણ
|
લખેલી બાબત
|
|
|
|
82
|
લીટી
|
પહોળાઈ વગરની
રેખા
|
કડી, હાર
|
લાઈન
|
|
83
|
લેખક
|
જે લેખ કે
ગ્રંથ લખે છે તે
|
લહિયો
|
|
|
84
|
લેખન
|
લખવું તે
|
લખવાની રીત
|
|
|
85
|
લેસન
|
વિદ્યાર્થીએ ઘરેથી
તૈયાર કરી લાવવાનું કામ કે ભણતર
|
|
|
|
86
|
વાંચન
|
વાંચવું તે
|
વાંચવાની ઢબ
|
અભ્યાસ
|
|
87
|
વાક્ય
|
શબ્દો ભેગા
મળી કોઈ અર્થ રચે તે.
|
પૂર્ણ અર્થ
બતાવતો શબ્દસમૂહ
|
|
|
88
|
વાક્યચિત્ર
|
વાક્યોથી બનેલું
ચિત્ર
|
|
|
|
89
|
વારાફરતી
|
એક પછી એક
|
વારા પ્રમાણે
|
|
|
90
|
વાર્તાનો
ક્રમ
|
વાર્તાની ઘટનાઓને
યોગ્ય ક્રમમાં ગોઠવવી
|
|
|
|
91
|
વિકલ્પ
|
ઘણા જવાબમાંથી
કોઈ એક જવાબ પસંદ કરવો.
|
તર્કવિતર્ક
|
|
|
92
|
વિચારો
|
મનન કરો
|
તર્ક કરો
|
|
|
93
|
વિધાન
|
વાક્ય, કથન
|
વિધિ,રીત
|
|
|
94
|
વિશે
|
ને લગતું
|
વિષે
|
|
|
95
|
શબ્દકોશ
|
ભાષાના શબ્દોનો
ગ્રંથ
|
|
|
|
96
|
શબ્દકોશનો
ક્રમ
|
શબ્દકોશમાંથી શબ્દ
શોધવા ઉપયોગી અક્ષરોનો ક્રમ
|
|
|
|
97
|
શબ્દચિત્ર
|
શબ્દમાં આવેલા
અક્ષરોથી બનેલું ચિત્ર
|
શબ્દોથી બનેલું
ચિત્ર
|
|
|
98
|
શોખ
|
મોજમજા
|
હોંસ, ઈચ્છા, કોડ
|
|
|
99
|
શ્રવણ
|
સાંભળવું
|
|
|
|
100
|
શ્રુતલેખન
|
સાંભળીને લખવું
|
|
|
|
101
|
સંવાદ
|
વાતચીત, સવાલજવાબ
|
ચર્ચા
|
|
|
102
|
સભા
|
કોઈ ખાસ કામ
માટે ભેગા થવું
|
મેળાવડો
|
પરિષદ
|
|
103
|
સમૂહગાન
|
ભેગા મળી
ગાવું
|
|
|
|
104
|
સરખાવવું
|
આપેલી
બાબતો બરાબર (સરખી) છે કે નહિ તે જોવું
|
તુલના કરવી
|
જુદાપણું શોધવું
|
|
105
|
સુલેખન
|
સારા
અક્ષરે લખવું
|
સુંદર લેખન
|
|
|
106
|
સ્વાધ્યાય
|
નિયમિત ભણવું, જાતે
અભ્યાસ કરવો
|
અધ્યયન
|
|