Saturday, 3 January 2026

Tuesday, 29 July 2025

તિથિભોજન અને નોટબુક-કપડાંનું વિતરણ - 2025/26

 

''માલીસરાવાંઢ પ્રા. શાળામાં તિથિભોજન અને નોટબુક-કપડાંનું વિતરણ ''

        આથી માલીસરાવાંઢ પ્રા. શાળામાં 28/07/2025 રોજ બાળકોમાં ઉત્સાહ વધે, હાજરી જળવાઈ રહે તેમજ શિક્ષણ પ્રત્યે રસ અને રૂચિ વધે તે હેતુથી પદમપર ગામના સવિતાબેન કરમશીભાઈ ગોવિંદભાઈ સાંઢા પરિવાર તરફથી શાળાના 155 બાળકોને એક એક નોટબુક અને શાળાની 80 બાળાઓને એક પેન્ટ અને બે જોડી ટોપ આપવામાં આવ્યાં.

       આ તબક્કે સરકારશ્રીના અભિગમ મુજબ બાળકોને પૌષ્ટિક આહાર મળે તેવા હેતુથી ગામ પદમપરના ધનજીભાઈ અંબાવીભાઈ નોર પરીવાર તરફથી બાળ દેવતાઓને શ્રાવણ માસના પ્રથમ સોમવારે તિથિભોજન આપવામાં આવ્યું. તે બદલ SMC અને શાળા પરિવાર બંને દાતાશ્રીઓને અભિનંદન સાથે આભાર વ્યકત કરે છે.   






બાલસંસદ સાધારણ સભા-1 વર્ષ:2025/26

 ''માલીસરાવાંઢ પ્રા. શાળામાં બાળસંસદની સાધારણ સભા યોજાઈ''

        આથી માલીસરાવાંઢ પ્રા. શાળામાં 22/07/2025 રોજ બાળસંસદ અંતર્ગત ધોરણ ૬ થી ૮ નાં બાળકો દ્વારા વિવિધ ખાતાંના મંત્રીઓ વડે થતી કામગીરી, કામની સમીક્ષા, પડતી મુશ્કેલીઓ, નવું કરવા માટે શું કરવું, તે અંગે નવી જરૂરિયાત માટે શું પગલાં લેવા વગેરે બાબતો પર ૨૩ જેટલા ખાતાંના મંત્રીઓએ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. સરકારશ્રીમાં વિધાનસભામાં રજૂઆત થાય તેવી જ રીતે બાળકોએ રજૂઆત સામે પ્રશ્નો પણ કર્યા હતા અને મંત્રી દ્વારા લેવાનાર પગલાંરૂપે જવાબો આપ્યા હતા.



       સામાજિક વિજ્ઞાનના શિક્ષક અને મુખ્ય શિક્ષક બાબુભાઈ મોરના માર્ગદર્શન હેઠળ આ સાધારણ સભાનો હેતુ સરકાર, સરકારનું માળખું, કામગીરી તેમજ માંગણી, વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવી, તેને હલ કેવી રીતે કરવા વગેરે વિશે શીખે, માહિતગાર થાય તે હેતુથી નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત અનુભવજન્ય શિક્ષણ આપવામાં આવ્યું. સભાનું આયોજન અને વ્યવસ્થા વિજયભાઈ ચૌધરી તેમજ જશવંતજી ઠાકોરે સંભાળી હતી અને વિક્રમભાઈ રાઠોડ અને ઇલાબેન અમીને સહકાર આપ્યો હતો. 


Tuesday, 24 June 2025

Friday, 4 April 2025

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા શૈક્ષણિક સંગોષ્ઠિ -૭

 ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા શૈક્ષણિક સંગોષ્ઠિ -૭ એકતાનગર, કેવડીયા (STATUE OF UNITY) મુકામે યોજવામાં આવી.